AVM મા ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીમાં સવારે સત્યમ હાઉસ ના નાના નાના ભૂલકા ઓ એ ભક્તિ નૃત્ય રજુ કરી અને પ્રસંગ નું મહિમા ગાન કરી સૌને આનંદ માં તરબોળ કર્યા હતા.

સાંજ ના સુમારે school ના પ્રાર્થના ખંડમાં એક નાની એવી ભજન સંધ્યા કરવામાં આવી. આ ભજન સંધ્યા ની શરુઆત Std. 4th નાં નાના-નાના બાલગોપાલોએ ખૂબ જ પ્રચલિત એવા “છોટી છોટી ગૈયા” ભજનથી કરી.

ત્યારબાદ Std. 7th નાં વિદ્યાર્થીઓએ એક નવા ભજન ની રજુઆત કરી. જેનાં શબ્દો હતાં “ક્રિષ્ના ગોવીંદ ગોપાલ હરે, રાધા માધવ ગોવિંદ હરે”. આ ખુબજ અઘરું ભજન હોવાં છતા AVM ના નાના ગાયકોએ સારી રીતે નિભાવ્યું એ ખૂબ પ્રશંસનીય બાબત હતી. એ પછી Std. 5th નાં 40 વિદ્યાર્થીઓએ સાથે મળીને “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ભજન ગાયું અને શ્રોતાઓની તાળીઓના સંગાથ નાં કારણે વાતાવરણમાં એવું બની ગયું કે જાણે હજારો વર્ષ પહેલાં ગોકુળમાં નંદ-યશોદાનાં ઘરેજ કૃષ્ણ-જન્મની ઉજવણી કરી રહ્યાં હોઇએ.

અંતમાં ભગવાનની આરતી કરી અને રવા તથા પંજરિ નો પરંપરાગત પ્રસાદ લઈ સૌ છુટ્ટા પડ્યા.

-હિમાંશુ સર