સંગીત નાદબ્રહ્મ સાધના

नमस्ते शारदे देवि सरस्वती मतिप्रदे।।
वस त्वं मम जिह्वाग्रे सर्वविद्याप्रदा भव ।।

સંગીત એક સાધના છે. જેમ ઋષિમુની તપ, ધ્યાન અને જપ કરી ભગવાનનું મનન ચિંતન કરી ઈશ્વરની પ્રાપ્તિ કરે છે. તેમ સંગીત વિષયમાં હ્લદયથી સાધના કરી ભગવાનની પ્રાપ્તિ કરવાની હોય છે.

સામવેદ ગ્રંથની અંદર સંગીત કલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તથા 64 કલામાંથી સંગીત કલાને સર્વશ્રેષ્ઠ કલા બતાવવામાં આવી છે. આપણી સંસ્કૃતી માં સંગીતના માધ્યમથી ભગવાનને પ્રાપ્ત કરનાર શ્રી નરસિંહ મહેતા, મીરાંબાઈ તથા ભક્ત જલારામ બાપા આવા મહાન સંતો ભક્તિ કરતાં કરતાં ભગવાનમય થઈ ગયા. અને આજે પોતે પણ ભગવાનના અંશ ગણાય છે.

સંગીત એ એક એવું માધ્યમ છે કે જેનાથી સીધી અને સરળતાથી ભગવાન પ્રાપ્તિ થાય છે. આપણે હ્લદયથી ભગવાનનું ભજન કરવા માટે સંગીતનું માધ્યમ લઈ ગાયન અને વાદન સાથે જો ભગવાનનું ભજન કરીએ તો ભગવાનના હ્લદય સુધી એ પહોંચે જ છે અને તેનું ઉચિત ફળ આપે જ છે.

આવી જ રીતે આપણા આત્મીય વિદ્યા મંદિર પરિવારમાં સૌ (વિદ્યાર્થી) સાધક ભૂલકુઓએ સંગીત તથા નાદબ્રહ્મની ઉપાસના (ગાયન અને વાદન) કરી પ્રભુને તથા ગુરૂમહારાજને હ્લદયથી રાજી કર્યા છે. તથા સંગીતના સ્વર અને નાદથી આત્મીય વાતાવરણમાં એક સુંદર સુગંધ વધુ પ્રસરાવી છે.

જેમાં,

કક્ષા 1 થી 3:
1 થી 3 ના ભૂલકુંઓ દ્વારા “Rhyme singing, Solo singing, Group singing” પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના ભૂલકુંઓએ ગાયનને સ્વર-લય-તાલ તથા હાવ-ભાવ સાથે સુંદર પ્રસ્તુતિ કરી હતી. જેમાં સુંદર તાલ અને લયના આધારે મનમોહક પ્રસ્તુતિ રહી હતી. આ પ્રસ્તુતિને આધારે સ્વરકારી, લયકારી તથા સંગીત શીખવા માટે ઉપયોગી થતી તમામ બાબત સાથે તેમનામાં રહેલી એક સુષુપ્ત કલા બહાર આવીને ઉત્તમ પ્રસ્તુતિ રહી હતી.

કક્ષા 4 થી 6:
4 થી 6 ના ભૂલકુઓને સંગીતની કૃતિ હતી “IDENTIFICATION OF AN INSTRUMENT” એટલે કે કોમ્પ્યુટર અને સાઉન્ડ સીસ્ટમના માધ્યમથી શાસ્ત્રીય વાધ્ય જેમ કે તબલા, હાર્મોનિયમ, જલતરંગ, મોહનવીણા, રબાબ, પખાવજ, સંતુર, વાંસળી, સારંગી, વીણા, શહનાઈ, રુદ્નવીણા, ગીટાર, ઢોલક, ડ્રમસેટ આવા વાધ્યની સંગતી તથા એકાંકી વાદન વગાડવામાં આવ્યું હતું અને તે સાંભળી ભૂલકુઓએ કયું વાધ્યવાદન થાય છે તથા તે વાધ્યને કયા કલાકાર તેની સુંદર પ્રસ્તુતિ કરે છે તે સાંભળીને બતાવવાનું હતું. તેનાથી ભૂલકુનું શાસ્ત્રીય સંગીત પ્રત્યે રુચિ જાગે તથા આવા વાધ્યને સાંભળીને તેમને શીખવાની પ્રેરણા પ્રાપ્ત થાય.

કક્ષા ૭ થી ૮:
૭ થી ૮ ના ભૂલકુને સંગીતની કૃતિમાં સુંદર ચાર લાઈનના આધ્યાત્મિક શબ્દો આપવામાં આવ્યા હતા જેમાં આ ભૂલકુઓએ તેમની આવડત પ્રમાણે ગ્રુપમાં તે ચાર લાઈનના શબ્દોને સુંદર કમ્પોઝ કરી જેમાં કોઈ ગીત ગઝલ કે ભજનના શબ્દોનો ઉપયોગ કર્યા વગર તેમને તેમની જાતે શબ્દોની સ્વર-રચના બનાવીને સુંદર પ્રસ્તુતિ કરી વાતાવરણમાં સંગીતના સુરો લહેરાવ્યા હતા.

કક્ષા ૯ થી ૧૦:
૯ થી ૧૦ ના ભૂલકુ સંગીત કૃતિ માં તેમની સંગીત સાધના તથા તેમનો લગાવ ખૂબજ આનંદીત અને સર્વ આત્મીય પરિવારને પોતાની તરફ આકર્ષે તેવો હતો.

આ કક્ષાના ભૂલકુ માટે સૌપ્રથમ ૫ મિનીટ સુધી ૨ વાધ્ય પર ૪ માત્રાની લય ને ધ્યાનમાં રાખી નાદ બ્રહ્મની ઉપાસના દ્વારા વાદન કરવાનું હતું. મુખ્ય ૪ માત્રાને ધ્યાનમાં રાખી તેમાં તેના પ્રકાર ઉમેરીને વાદનને આગળ વધારવાનું હતું. આ વાદનમાં તેમની લયને સાથે સંગતિ કરતા તેમના સાથી ભૂલકુની લય અને માત્રા એક સાથે આવે છે કે નહી તે ધ્યાનમાં રાખવાનું અને તેના પ્રકાર એક પછી એક સાથે વાદન કરવાના હતા. બીજા ભાગમાં તેમના ગુરુ દ્વારા મુખથી બોલવામાં આવેલા “બોલ” ને તે જ લયમાં તથા જુદી જુદી લયકારી દ્વારા વાદન કરવામાં આવ્યું. જેમ તેમના ગુરુ બોલ બોલે તે જ સમયમાં લય સાથે બીજા આવર્તનમાં તે જ લય અને લયકારી સાથે વાદન પ્રસ્તુત કર્યું હતું.

ત્યારબાદ ગુરુજી કોઈ એક વાદ્ય પર ૪ માત્રા ની લય સાથે લયકારી અને જુદી જુદી તિહાઈ સાથે વાદન કરે અને તે જ સમયમાં ભૂલકુએ બીજા આવર્તનમાં તેની નકલ કરી સુંદર જુગલબંદી પ્રસ્તુત કરી હતી.

આ ભાગમાં ભુલકુની આવડત, તેની સંગીત પ્રત્યેની લાગણી, તેની સાધના તથા ગુરુ શિષ્યની સુંદર જુગલબંદી (સાથ-સંગત) જોવા મળી હતી.

આમ કરવાથી દરેક ભૂલકુમાં રહેલ સંગીતની ઉપયોગી એવી તાલ લય અને સ્વરનું જ્ઞાન બહાર આવ્યું અને આત્મીય પરિવારમાં નાદ-બ્રહ્મની ઉપાસના કરનાર ભૂલકુમાં વધારો થયો અને શિક્ષક, ભૂલકુ, અને સમસ્ત આત્મીય પરિવાર સ્વામીજીના ભૂલકુ રાજી થયા ને આ જોઈ અમને થયું કે જરૂર આ સંગીત નાદ બ્રહ્મ ઉપાસના ગુરુ મહારાજ સુધી પહોચીને ગુરુ મહરાજને ભગવાન રાજી રાજી થયા …

         આ સંગીત નાદ બ્રહ્મ ઉપાસનામાં વિજયસર, સ્વયમ મેડમ, આશિષસર તથા આત્મીય પરિવારના શિક્ષક ગણ આને સમસ્ત આત્મીય પરિવારનો ખૂબ ખૂબ સહકાર રહ્યો ને આ બધો શ્રેય સ્વામીજી અને આત્મીય પરિવારના તમામ સભ્યોને હું આપું છું. હું હ્રદય પૂર્વક સર્વ આત્મીય પરિવારનો આભાર માંનુ છું.

-જૈમીન સર