દરેક મનુષ્યને ભગવાને કોઈ એક કલા ભેટમાં આપી જ છે. આવી એક કલા છે ગાયનકલા. વિદ્યાર્થીઓમાં છુપાયેલી આ જ કલા ને પ્રોત્સાહન આપવા આત્મીય વિદ્યા મંદિરમાં એક Singing Talent Hunt Show – “AVM STAR VOICE” નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની Grand Finale તા.31-12-16ના દિવસે યોજવામાં આવી હતી.
આ Competition માં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બે ગ્રુપ રાખવામાં આવ્યા. Junior Group માં ધોરણ 6 & 7 તથા Senior group માં ધોરણ 8 to 10 નો સમાવેષ કરાયો હતો. 1st Roundમાં બન્ને ગ્રુપમાંથી 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી Semi-Final Round માટે Junior અને Senior ગ્રુપમાંથી 12-12 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. અને અંતમાં Grand Finale માટે Junior Group માં 4 અને Senior Group માં 3 ગાયકો પસંદગી પામેલા.
કાર્યક્રમ ની શરૂઆત ઠાકોરજીના પૂજન દ્રારા થઈ. બંન્ને ગ્રુપ ના ગાયકોએ ખૂબ જ સુંદર ગાયન રજૂ કર્યું. દરેક ગાયકના ગાયનમાં પોતાની એક આગવી ઓળખ દેખાતી હતી. કોઈનો સૂર સારો તો કોઈનો ભાવ, કોઈના શબ્દો સારા તો કોઈની લય. આ બધી જ વસ્તુઓનો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ આનંદ માણ્યો.
શર્મિલ મેમ, મનીષ સર અને પરામૃત સર ની ટીમે નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી. કાર્યક્રમ નું સંચાલન કક્ષા 9 માંથી માનવભાઈ અને આયુષભાઈ એ કર્યું હતું. બંન્ને એ ખૂબ જ સુંદર script લખી અને નાની-નાની ગમ્મતો દ્રારા બધાનું ખુબજ મનોરંજન કર્યું.
અંત માં Competition નું Result આવ્યું. થોડા ગાયકોને હર્ષ ના કારણે આંખોમાં પાણી આવ્યું તો થોડા ગાયકોને દુઃખના કારણે, પરંતુ છેવટે “We are ONE” નું સૂત્ર યાદ કરી , એકબીજાને ભેટી બધા છૂટા પડ્યા. બધા માટે આ એક યાદગાર સ્પર્ધા બની રહી.
-Himanshu Sir (School Music Teacher)