આપણા જીવનઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેમાં રમતગમત એક અગત્યનું પરિબળ છે. નિયમિત અને ઉચિત રમતગમત વડે શરીર શક્તિશાળી અને સ્ફૂર્તિલું બને છે. જે બાળકો પોતાના શરીરનો ઉપયોગ કરી મુશ્કેલીઓનો ઉકેલ મેળવી શકતા હોય કે નવસર્જન કરવાની શક્તિ ધરાવતા હોય તેવા બાળકોને Kinaesthetic learners કહેવાય છે.

ચારિત્ર્યઘડતરમાં પણ રમતગમતનું વિશિષ્ટ સ્થાન છે. શિસ્ત, સાહસ, સંયમ, સહિષ્ણુતા, સહકાર અને ખેલદિલી જેવા ઉત્તમ ગુણો ખીલવવામાં રમતગમત મુખ્ય ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરના વિકાસ માટે રમતગમત દ્વારા જરૂરી પ્રેરણા, સગવડો તથા અનુકૂળ પ્રસંગો મળી રહે એવા સંનિષ્ઠ પ્રયાસો આત્મીય વિદ્યા મંદિરમાં અવારનવાર થાય છે. આ જ વાતને સમર્થન આપતી Body and Kinaesthetic Intelligenceની સ્પર્ધા આત્મીય વિદ્યા મંદિરના ભૂલકાંઓ વચ્ચે તારીખ 29 ડિસેમ્બર 2018ના રોજ યોજવામાં આવી હતી. જેમાં સ્પર્ધકોને નીચે મુજબ ધોરણ પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

ધોરણ 1 થી 3 ના નાના નાના ભૂલકાંઓને ‘આત્મીય ગેમ’ નામની રમત રમાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં તેઓને  શારીરિક કુશળતા અને સંયોગીકરણ પ્રદર્શિત કરવાની પ્રેરણા મળી. જેમાં વિદ્યાર્થીઓએ નિયમોની પરસ્પર સમજણ સાથે જોડીદાર સાથેના તાલમેલથી સ્પર્ધાનો અનેરો આનંદ લીધો.

ધોરણ 4 થી 6 ના ભૂલકાંઓને ‘લંગડી અને બાંધેલ પગ સાથે વિઘ્નદોડ’ની સમન્વયી રમત રમાડી હતી. જેમાં, ધોરણ 4ના દીકરાએ start pointથી લંગડી કરી સામે ઉભેલ પોતાના સહપાઠીને તાળી આપે અને તે બાળકે start point પર પરત ફરવાનું હતું. ત્યાં પગ બાંધી ઉભેલા ધોરણ 5ના દીકરાઓને ખો આપી, તેમણે વચ્ચે પડેલ બોલ ઉપાડી પાછું start point પર આવી ત્યાં પગ બાંધી ઉભેલા ધોરણ 6ના દીકરાઓને ખો આપવાની હતી. અને આ દીકરાઓએ વચ્ચે રહેલ hurdle કૂદીને cross કરી, finish line touch કરી, start point પર પરત ફરવાનું હતું. આમ, આ રમતમાં દીકરાઓએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો.

ધોરણ 7 અને 8 ના ભૂલકાંઓને ‘Relay race moving around stump’ નામની અનોખી રમત રમાડવામાં આવી હતી. જેમાં 40 મીટરના અંતરે બે સ્ટંપ રાખવામાં આવ્યા હતા. જેમાં, દરેક હાઉસના દીકરાએ start pointથી દોડીને આવી સામેના સ્ટંપની ફરતે અમુક સ્થિતિએ રહીને 15 રાઉન્ડ મારી start point પર દોડીને પોતાના સહપાઠીને તાળી આપીને તેને ખો આપવાની હતી. અને તે પ્રમાણે પોતાના હાઉસના દીકરાઓએ અનુસરવાનું હતું. આમ, ક્રમશ: દરેક હાઉસના દીકરાઓએ કરવાનું હતું. જેમાં દરેક હાઉસના દીકરાઓએ ટીમ સ્પીરીટ અને ખેલદિલી પૂર્વક આ game પૂરી કરી હતી.

ધોરણ 9 અને 10 ના ભૂલકાંઓને ‘Running, Volleyball, Ping Pong, Basket Ball અને Ladder climbing’ જેવી પાંચ અલગ અલગ રમતો જૂથમાં રમાડવામાં આવી હતી. જેમાં દરેક હાઉસના દીકરાઓએ તાદાત્મ્યતા અને સમયાવધિ સાથે આ રમતોનો આનંદ માણ્યો હતો.

આમ, આ સ્પર્ધા પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરી તેમનામાં શારીરિક ગુણો ઉપરાંત આત્મીયતા, સંઘભાવ, ભાતૃભાવ, પ્રામાણિકતા, નીડરતા, નિયમન, કાબૂ અને સમૂહગત જીવનની ભાવના કેળવાય એ હતો. જેમાં, દરેક સ્પર્ધાનો શાળાના સમગ્ર આત્મીય પરિવારે અનેરો આનંદ પ્રાપ્ત કર્યો.

ગૌતમ સર